Book Title: Vachanamrut 0921 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 921 “મોક્ષમાળા'માં શબ્દાંતર અથવા પ્રસંગવિશેષમાં વવાણિયા, વૈશાખ વદિ 9, બુધ, 1956 “મોક્ષમાળા'માં શબ્દાંતર અથવા પ્રસંગવિશેષમાં કોઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તે કરશો. ઉપોદઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશો. જીવનચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશો. ઉપોદઘાતથી વાચકને, શ્રોતાને અલ્પ અલ્પ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાની પુરુષોના આત્મસ્વભાવરૂપ પરમ ધર્મનો વિચાર કરવાની ફુરણા થાય એવો લક્ષ સામાન્યપણે રાખશો. સહજ સૂચના છે. શાંતિઃPage Navigation
1