Book Title: Vachanamrut 0876 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 876 જેનો કાળ તે કિંકર થઈ રહ્યો મુંબઈ, જેઠ સુદ 11, 1955 મહાત્મા મુનિવરોને પરમભક્તિથી નમસ્કાર થાઓ. ‘જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ ગૈલોક, જીવ્યું ધન્ય તેહનું. દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લોક, જીવ્યું ખાતાં પીતાં બોલતાં નિત્ય, છે નિરંજન નિરાકાર. જીવ્યું, જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલ્લો અવતાર, જીવ્યું, જગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર. જીવ્યું, તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઈયે નવ થાય. જીવ્યું રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્મઆનંદ હદે ન સમાય.' જીવ્યું, જો મુનિઓ અધ્યયન કરતા હોય તો ‘યોગપ્રદીપ’ શ્રવણ કરશો. ‘કાર્તિકેયાનુપ્રેક્ષાનો યોગ તમને ઘણું કરી પ્રાપ્ત થશે.Page Navigation
1