Book Title: Vachanamrut 0820 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 820 ત્રંબકલાલનો લખેલો કાગળ 1 તથા મગનલાલનો લખેલો કાગળ મુંબઈ, માગશર સુદ 5, રવિ, 1954 ત્રંબકલાલનો લખેલો કાગળ 1 તથા મગનલાલનો લખેલો કાગળ 1 તથા મણિલાલનો લખેલો કાગળ 1 એમ ત્રણે કાગળ મળ્યા છે. મણિલાલનો લખેલો કાગળ ચિત્તપૂર્વક વાંચવાનું હજુ સુધી બન્યું નથી. શ્રી ડુંગરની જિજ્ઞાસા આત્મસિદ્ધિ’ વાંચવા પ્રત્યે છે. માટે તે પુસ્તક તેમને વાંચવાનું બને તેમ કરશો. “મોક્ષમાર્ગપ્રકાશ” નામે ગ્રંથ શ્રી રેવાશંકર પાસે છે તે શ્રી ડુંગરને વાંચવા યોગ્ય છે. તે ગ્રંથ તેમને થોડા દિવસમાં ઘણું કરીને મોકલશે. “કયા ગુણો અંગમાં આવવાથી માર્ગાનુસારીપણું તથારૂપે કહેવાય ?" કયા ગુણો અંગમાં આવવાથી સમ્યક્ટ્રષ્ટિપણું તથારૂપે કહેવાય ?' ‘કયા ગુણો અંગમાં આવવાથી શ્રુતકેવળજ્ઞાન થાય ?' ‘અને કઇ દશા વાથી કેવલજ્ઞાન તથારૂપપણે થાય. અથવા કહી શકાય ? એ પ્રશ્નનો ઉત્તર લખાવવા માટે શ્રી ડુંગરને કહેશો. આઠ દિવસ ખમીને ઉત્તર લખવામાં અડચણ નથી, પણ સાંગોપાંગ, યથાર્થ અને વિસ્તારથી લખાવવો. સદ્દવિચારવાનને આ પ્રશ્ન હિતકારી છે. સર્વ મુમુક્ષુ ભાઇઓને ય૦Page Navigation
1