Book Title: Vachanamrut 0815
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 815 આત્માર્થી શ્રી મનસુખે લખેલાં પ્રશ્નનું સમાધાન વિશેષે કરીને મુંબઈ, કારતક વદ 1, બુધ, 1954 આત્માર્થી શ્રી મનસુખે લખેલાં પ્રશ્નનું સમાધાન વિશેષ કરીને સમાગમમાં પ્રાપ્ત થવાથી યથાયોગ્ય સમજાશે. જે આર્યો અન્ય ક્ષેત્રે હવે વિહાર કરવાના આશ્રમમાં છે, તેમણે જે ક્ષેત્રમાં શાંતરસપ્રધાન વૃત્તિ રહે, નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો લાભ થાય તેવાં ક્ષેત્રમાં વિચરવું યોગ્ય છે. સમાગમની આકાંક્ષા છે, તો હાલ વધારે દૂર ક્ષેત્રમાં વિચરવું નહીં બની શકે, ચરોતરાદિ પ્રદેશમાં વિચરવું યોગ્ય છે. એ જ વિનંતિ. ૐ

Loading...

Page Navigation
1