Book Title: Vachanamrut 0797 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 797 શ્રી ડુંગરની દશા લખી તે જાણી છે મુંબઈ, શ્રાવણ વદ 8, શુક્ર, 1953 કાગળ મળ્યો છે. શ્રી ડુંગરની દશા લખી તે જાણી છે. શ્રી સોભાગના વિયોગથી તેમને સૌથી વધારે ખેદ થવો યોગ્ય છે. એક બળવાન સત્સમાગમનો યોગ જવાથી આત્માર્થીના અંતઃકરણમાં બળવાન ખેદ થવા યોગ્ય છે. તમે, લહેરાભાઇ, મગન વગેરે સર્વ મુમુક્ષુઓ નિરંતર સાસ્ત્રનો પરિચય રાખવાનું ચૂકશો નહીં. કોઇ કોઇ પ્રશ્ન અત્ર લખો છો તેના ઉત્તર ઘણું કરીને હાલ લખવાનું થતું નથી, તેથી કંઇ પણ વિકલ્પમાં ન પડતાં અનુક્રમે તે ઉત્તર મળી જશે એમ વિચારવું યોગ્ય છે. થોડા દિવસ પછી ઘણું કરીને શ્રી ડુંગર પ્રત્યે એક પુસ્તક તેમને નિવૃત્તિનું પ્રધાનપણું રહે તેવું વાંચવા અર્થે મોકલવાનું થશે. રાધનપુર મણિલાલ પર અત્રેથી એક પતું લખ્યું હતું.Page Navigation
1