Book Title: Vachanamrut 0793 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 793 “સમ્યક્રષ્ટિ અભક્ષ્ય આહાર કરે? મુંબઈ, શ્રાવણ સુદ 15, ગુરુ, 1953 “સમ્યદ્રષ્ટિ અભક્ષ્ય આહાર કરે?' એ આદિ પ્રશ્નો લખ્યાં. એ પ્રશ્નોના હેતુ વિચારવાથી જણાવા યોગ્ય છે કે પ્રથમ પ્રશ્નમાં કોઈ એક દ્રષ્ટાંત ગ્રહણ કરી જીવે શુદ્ધ પરિણામની હાનિ કરવા જેવું છે. મતિના અસ્થિરપણાથી જીવ પરિણામનો વિચાર કરી નથી શકતો. શ્રેણિકાદિના સંબંધમાં કોઈ એક સ્થળે એવી વાત કોઈ એક ગ્રંથમાં જણાવી છે, પણ તે કોઈએ પ્રવૃત્તિ કરવા અર્થે જણાવી નથી, તેમ એ વાત યથાર્થ એમ જ છે, તેમ પણ નથી. સમ્યદ્રષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હોતું તોપણ સમ્યફદર્શન આવ્યા પછી ન વમે તો વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે, એવું સમ્યક્દર્શનનું બળ છે, એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં લઇ ન જવી. સત્પષની વાણી વિષય અને કષાયના અનુમોદનથી અથવા રાગદ્વેષના પોષણથી રહિત હોય છે, એવો નિશ્ચય રાખવો, અને ગમે તેવે પ્રસંગે તે જ દ્રષ્ટિથી અર્થ કરવો યોગ્ય છે. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને યથાહાલ ડુંગર કંઇ વાંચે છે? તે લખશો.Page Navigation
1