Book Title: Vachanamrut 0764 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 764 હે જીવ! આટલો બધો પ્રમાદ શો? સં. 1943 હે જીવ! આટલો બધો પ્રમાદ શો ? શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વીતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે. સર્વજ્ઞદેવ. . નિર્ગથ ગુરૂ. શુદ્ધ આત્મદ્રષ્ટિ થવાનાં અવલંબન છે. દયા મુખ્ય ધર્મ. સર્વ અનુભવેલો એવો શુદ્ધઆત્મપ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરૂ વડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરો. યથાજાતલિંગ સર્વવિરતિધર્મ. દ્વાદશવિધ દેશવિરતિ ધર્મ. દ્રવ્યાનુયોગ સુસિદ્ધ - સ્વરૂપદ્રષ્ટિ થતાં, કરણાનુયોગ સુસિદ્ધ - સુપ્રતીત દ્રષ્ટિ થતાં, ચરણાનુયોગ સુસિદ્ધ - પદ્ધતિ વિવાદ શાંત કરતાં, ધર્મકથાનુયોગ સુસિદ્ધ - બાળબોધહેતુ સમજાવતાં.Page Navigation
1