Book Title: Vachanamrut 0714 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 714 ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ સં. 1952 ૐ જિનાય નમઃ ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દ્રષ્ટિથી સિદ્ધ થવા યોગ્ય છે. ચક્રવર્યાદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દ્રષ્ટિથી સમજાય એવું છે. મનુષ્ય-ઊંચત્વ પ્રમાણાદિમાં પણ તેવો સંભવ છે. કાળ પ્રમાણાદિ પણ તે જ રીતે ઘટ્યમાન છે. નિગોદાદિ પણ તે જ રીતે ઘટ્યમાન થવા યોગ્ય છે. સિદ્ધસ્વરૂપ પણ એ જ ભાવથી નિદિધ્યાસન થવા યોગ્ય છે. - સંપ્રાપ્ત થવા યોગ્ય જણાય છે. લોક શબ્દનો અર્થ છે આધ્યાત્મિક છે. અનેકાંત શબ્દનો અર્થ ! સર્વજ્ઞ શબ્દ સમજાવો બહુ ગૂઢ છે. ધર્મકથારૂપ ચરિત્રો આધ્યાત્મિક પરિભાષાથી અલંકૃત લાગે છે. જંબુદ્વિપાદિનું વર્ણન પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત કર્યું લાગે છે. અતીન્દ્રિય જ્ઞાનના ભગવાન જિને બે ભેદ પાડ્યા છે. દેશ પ્રત્યક્ષ, તે બે ભેદ, અવધિ, મન:પર્યવ. ઇચ્છિતપણે અવલોકન કરતો આત્મા ઇંદ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અવધિ. અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મન:પર્યવ. સામાન્ય વિશેષ ચૈતન્યાત્મદ્રષ્ટિમાં પરિનિષ્ઠિત શુદ્ધ કેવળજ્ઞાન.Page Navigation
1