Book Title: Vachanamrut 0697 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 697 પ્રારબ્ધરૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે, મુંબઈ, અસાડ વદ 8, રવિ, 1952 ભુજાએ કરી જે સ્વયંભૂરમણ સમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સત્પરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. શ્રી અંબાલાલના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકરણજી આદિના લખેલા પત્રો પ્રાપ્ત થયા પ્રારબ્ધરૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે, ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે, અને તેથી હમણાં પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. ઘણાં પત્રોને માટે તેમ થયું છે, તેથી ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે, તે વિચારરૂપ દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાંખે એવા પ્રારબ્ધને વેદતાં આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે, અને કોઈક વિકટ અવસરને વિષે એક વાર આત્માને મૂળજ્ઞાન વસાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણી, તેથી ડરીને વર્તવું યોગ્ય છે, એમ વિચારી પત્રાદિની પહોંચ લખી નથી; તે ક્ષમા કરવાની નમ્રતાસહિત પ્રાર્થના છે. અહો ! જ્ઞાનીપુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો ! અહો ! વારંવાર અહો ! $Page Navigation
1