Book Title: Vachanamrut 0686 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 686 તમ વગેરેના સમાગમ પછી અત્રે આવવું થયું હ મુંબઈ, ચૈત્ર વદ 14, રવિ, 1952 તમ વગેરેના સમાગમ પછી અત્રે આવવું થયું હતું. તેવામાં તમારો કાગળ એક મળ્યો હતો. હાલ ત્રણ ચાર દિવસ પહેલાં એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્રાદિ લખવાનું કેટલોક વખત થયાં કોઈક વાર બની શકે છે. અને કોઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે. પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશપત્રો લખાયા છે તેની પ્રતો શ્રી અંબાલાલ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી ક્ષયોપશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. શ્રી અંબાલાલ પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરશો. એ જ વિનંતી.Page Navigation
1