Book Title: Vachanamrut 0681
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 681 કેટલોક વખત થયાં એવું બન્યા કરે છે મુંબઈ, ચૈત્ર વદ 1, 1952 પત્ર મળ્યું છે. કેટલોક વખત થયાં એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને ની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે. જે કારણયોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણયોગ પ્રત્યે દ્રષ્ટિ કરતાં હજી પણ કેટલોક વખત એવી સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે, તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભતીર્થવાસીને તમે જણાવશો. તેઓ અત્રે પુછાવશે તો પ્રસંગયોગ્ય લખીશું. કદાપિ તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્ત-સ્થિરતાથી વાંચશો. અને તે વચનો હાલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો. એ જ વિનંતિ.

Loading...

Page Navigation
1