Book Title: Vachanamrut 0654 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 654 પ્રથમ એક પત્ર મળ્યું હતું. જે પત્રનો મુંબઈ, કારતક સુદ 13, ગુરૂ, 1952 પ્રથમ એક પત્ર મળ્યું હતું. જે પત્રનો પ્રત્યુત્તર લખવાનો વિચાર કર્યો હતો, તથાપિ વિસ્તારથી લખી શકવાનું હાલ બની શકવું કઠણ દેખાયું; જેથી આજે સંક્ષેપમાં પહોંચવતું પતું લખવાનો વિચાર થયો હતો. આજે તમારું લખેલું બીજુ પત્ર મળ્યું છે. અંતર્લક્ષવત હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. અત્રે તમે બેય પત્ર લખ્યાં તેથી કશી હાનિ નથી. હાલ સુંદરદાસજીના ગ્રંથ અથવા શ્રી યોગવાસિષ્ઠ વાંચશો. શ્રી સોભાગ અત્રે છે.Page Navigation
1