Book Title: Vachanamrut 0605 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 605 સવિગત પત્ર લખવાનો વિચાર હતો મુંબઈ, જેઠ વદ 2, 1951 સવિગત પત્ર લખવાનો વિચાર હતો, તે પ્રમાણે પ્રવૃત્તિ થઈ શકી નથી. હાલ તે તરફ કેટલી સ્થિરતા થવી સંભવે છે ? ચોમાસું ક્યાં થવું સંભવે છે ? તે જણાવવાનું થાય તો જણાવશોજી. પત્રમાં ત્રણ પ્રશ્નો લખ્યાં હતાં. તેનો ઉત્તર સમાગમ થઈ શકવા યોગ્ય છે. વખતે થોડા વખત પછી સમાગમયોગ બને. વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસમ્મુખતા, તથા તેની દ્રઢ ઇચ્છા પણ તે હર્ષવિષાદને ટાળે છે.Page Navigation
1