Book Title: Vachanamrut 0568 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ પ૬૮ આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં મુંબઈ, ફાગણ, 1951 આત્મસ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર ‘સમાધિ' કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થકર “અસમાધિ’ કહે છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર “ધર્મ' કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ‘કર્મ' કહે છે. શ્રી જિન તીર્થકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે, તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દ્રષ્ટિગોચર થતો નથી; અને જેવું શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થવક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી. આત્માના અંતર્નાપાર (શુભાશુભ પરિણામધારા) પ્રમાણે બંધમોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. પૂર્વે ઉત્પન્ન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ, પ્લાન, ઉષ્ણ, શીત આદિ શરીરચેષ્ટા થાય છે. વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, પ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભૂમાદિનો ઉદય પણ વર્તે, તથાપિ જે પ્રમાણે જીવને વિષે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે ?Page Navigation
1