Book Title: Vachanamrut 0561
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ પ૬૧ અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના મુંબઈ, માહ સુદ 2, રવિ, 1951 શુભેચ્છા સંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે, શ્રી ભાવનગર. ચિત્તમાં કંઈ પણ વિચારવૃત્તિ પરિણમી છે, તેમ જાણીને હૃદયમાં આનંદ થયો છે. અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે, એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટ્ય પ્રવર્તવું ઘટે છે, એ વાતનો મુમુક્ષુ જીવે કાર્યો કાર્યે, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે; અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે. એ જ વિનંતિ. લિ૦ રાયચંદના પ્ર0

Loading...

Page Navigation
1