Book Title: Vachanamrut 0549 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 549 માકુભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય માકભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિષે અધીરજથી, આર્ત જેવાં પરિણામથી, પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં, રાજકાજમાં અલ્પ કારણમાં વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તે થાય એવું કારણ છતાં, જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે ? તેવા વિકલ્પને તમ જેવા પુરુષ મોળો નહીં પાડી શકે, તો આ દુષમકાળમાં કોણ સમજીને શમાઈ રહેશે ? કેટલીક રીતે નિવૃત્તિને અર્થે, અને સત્સમાગમને અર્થે તે ઇચ્છા રાખો છો તે વાત લક્ષમાં છે, તથાપિ એકલી જ જો તે ઇચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આદિ હોવા યોગ્ય ન હોય. માકુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી. જેમ થાય તેમ જોયા કરવું એ જ યોગ્ય છે. આ વિષે જેટલો ઠપકો લખવો જોઈએ તેટલો લખ્યો નથી, તો પણ વિશેષતાથી આ ઠપકો વિચારશો.Page Navigation
1