Book Title: Vachanamrut 0532 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ Errorl Reference source not found. Error! Reference source not found. 532 તમારાં લખેલાં ત્રણે પત્રોના ઉત્તરનું એક પતું આજે લખ્યું છે મુંબઈ, આસો વદ 0)), 1950 તમારાં લખેલાં ત્રણે પત્રોના ઉત્તરનું એક પતું? આજે લખ્યું છે. જે બહુ સંક્ષેપમાં લખ્યું હોવાથી તેનો ઉત્તર વખતે ન સમજી શકાય, તેથી ફરી આ પતું લખ્યું છે. તમારું ચીંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી. પણ અમારું ચિત્ત, હાલ તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવવો, એમ કહે છે. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત જોવું શ્રેયરૂપ છે. તેમ હાલ બીજો કોઈ ભય રાખવો ઘટતો નથી. અને આવી જ સ્થિતિ બહુ કાળ રહેવાની છે એમ છે નહીં. પ્રણામ. 1 જુઓ આંક 531. 2 જુઓ આંક 53 1.Page Navigation
1