Book Title: Vachanamrut 0500 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 500 અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વર્તે છે મુંબઈ, વૈશાખ સુદ 9, રવિ, 1950 શ્રી સુર્યપુરે સ્થિત, શુભેચ્છા પ્રાપ્ત શ્રી લલ્લુજી, અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વર્તે છે. ઘણું કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે. તોપણ તે વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે, તે પ્રારબ્ધની નિવૃત્તિ થતાં સુધી તો વ્યવહારનો પ્રતિબંધ રહેવો ઘટે છે, માટે સમચિત્ત થઈ સ્થિતિ રહે છે. તમારું લખેલું પત્ર 1 સંપ્રાપ્ત થયું છે. ‘યોગવાસિષ્ઠાદિ' ગ્રંથની વાંચના થતી હોય તો તે હિતકારી છે. જિનાગમમાં પ્રત્યેક આત્મા માની પરિમાણમાં અનંત આત્મા કહ્યા છે, અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવી, સર્વત્ર ચેતનસત્તા દેખાય છે તે એક જ આત્માની છે, અને આત્મા એક જ છે, એમ પ્રતિપાદન કર્યું છે, તે બેય વાત મુમુક્ષુપુરુષે જરૂર કરી વિચારવા જેવી છે, અને યથાપ્રયત્ન તે વિચારી, નિર્ધાર કરવા યોગ્ય છે, એ વાત નિઃસંદેહ છે. તથાપિ જ્યાં સુધી પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું બળ દ્રઢપણે જીવમાં આવ્યું ન હોય, ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે, અને તે વિચારનો નિર્ધાર પ્રાપ્ત થતો નથી. તથા ચિત્ત વિક્ષેપ પામી યથાર્થપણે પછી વૈરાગ્ય-ઉપશમને ધારણ કરી શકતું નથી, માટે તે પ્રશ્નનું સમાધાન જ્ઞાની પુરુષોએ કર્યું છે તે સમજવા આ જીવમાં વૈરાગ્ય-ઉપશમ અને સત્સંગનું બળ હાલ તો વધારવું ઘટે છે, એમ જીવમાં વિચારી વૈરાગ્યાદિ બળ વધવાનાં સાધન આરાધવાનો નિત્ય પ્રતિ વિશેષ પુરુષાર્થ યોગ્ય છે. વિચારની ઉત્પત્તિ થવા પછી વર્લ્ડમાનસ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંત વાર જન્મવું, મરવું થયાં છતાં, હજુ તે જન્મ મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં ? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે, કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે ? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદબોધનાં વર્ધમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે, કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંતવિશેષ લાગે છે; પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે, અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઇ, તોપણ તે કર્તવ્ય છે, અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય છે. એક પ્રકાર ‘ઉપદેશ'નો અને બીજો પ્રકાર ‘સિદ્ધાંતનો છે. “જન્મમરણાદિ ક્વેશવાળા આ સંસારને ત્યાગવો ઘટે છે, અનિત્ય પદાર્થમાં વિવેકીને રચિ કરવી હોય નહીં, માતપિતા, સ્વજનાદિક સર્વનો ‘સ્વાર્થરૂપ’ સંબંધ છતાં આ જીવ તે જાળનો આશ્રયPage Navigation
1