Book Title: Vachanamrut 0454 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 454 સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો મુંબઈ, પ્રથમ અસાડ વદ 4, સોમ, 1949 સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાનીપુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે. જ્ઞાનીપરષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો. જ્ઞાનીપરષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પ્રથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ જીવો આત્માને વિષે અવધારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા. તમ સર્વ મમક્ષભાઈઓને અમારા ભક્તિભાવે નમસ્કાર પહોંચે. અમારો આવો ઉપાધિજોગ જોઈ જીવમાં ફ્લેશ પામ્યા વિના જેટલો બને તેટલો આત્મા સંબંધી અભ્યાસ વધારવાનો વિચાર કરજો. સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફરવું, એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય, અને નિવૃત્તિભાવને ભજજો. તીર્થકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમયમાત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. પ્રણામ.Page Navigation
1