Book Title: Vachanamrut 0429 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 429 કોઈ માણસ આપણા વિષે કંઈ જણાવે ત્યારે મુંબઈ, માહ વદ 11, રવિ, 1949 કોઈ માણસ આપણા વિષે કંઈ જણાવે ત્યારે તે ગંભીર મનથી બનતાં સુધી સાંભળ્યા રાખવું એટલું મુખ્ય કામ છે. તે વાત બરાબર છે કે નહીં એ જાણ્યા પહેલાં કંઈ હર્ષ-ખેદ જેવું હોતું નથી. મારી ચિત્તવૃત્તિ વિષે ક્યારેક ક્યારેક લખાય છે, તેનો અર્થ પરમાર્થ ઉપર લેવા યોગ્ય છે, અને એ લખવાનો અર્થ કંઈ વ્યવહારમાં માઠાં પરિણામવાળો દેખાવો યોગ્ય નથી. થયેલા સંસ્કાર મટવા દુર્લભ હોય છે. કંઈ કલ્યાણનું કાર્ય થાય કે ચિંતન થાય એ સાધનનું મુખ્ય કારણ છે. બાકી એવો વિષય કોઈ નથી કે જેને વાંસે ઉપાધિતાપે દીનપણે તપવું યોગ્ય હોય અથવા એવો કોઈ ભય રાખવા યોગ્ય નથી કે જે માત્ર આપણને લોકસંજ્ઞાથી રહેતો હોય.Page Navigation
1