Book Title: Vachanamrut 0381 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 381 ‘સૂયગડાંગસૂત્રનો જોગ હોય તો ‘સૂયગડાંગસૂત્ર'નો જોગ હોય તો તેનું બીજું અધ્યયન, તથા ઉદકપેઢાળવાળું, અધ્યયન વાંચવાનો પરિચય રાખજો. તેમ જ ‘ઉત્તરાધ્યયન'માં કેટલાંક વૈરાગ્યાદિક ચરિત્રવાળાં અધ્યયન વાંચતા રહેજો; અને પ્રભાતમાં વહેલા ઊઠવાનો પરિચય રાખજો, એકાંતમાં સ્થિર બેસવાનો પરિચય રાખજો; માયા એટલે જગત, લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવાં પુસ્તકો વાંચવા કરતાં જેમાં સપુરુષનાં ચરિત્રો અથવા વૈરાગ્યકથા વિશેષ કરીને રહી છે, તેવાં પુસ્તકોનો ભાવ રાખજો.Page Navigation
1