Book Title: Vachanamrut 0261 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 261 જૈનનાં પર્યુષણથી પહેલાં અને શ્રાવણ વદ 1 પછી અત્રેથી થોડા વખતને માટે નિવૃત્ત થવાની ઇચ્છા છે. મુંબઈ, શ્રાવણ સુદ 9, ગુરૂ, 1947 પત્ર પહોંચ્યું. તમારા ગામથી (ખંભાતથી) પાંચ સાત ગાઉ પર એવું ગામ છે કે જ્યાં અજાણપણે રહેવું હોય તો અનુકૂળ આવે ? જળ, વનસ્પતિ અને સૃષ્ટિરચના જ્યાં ઠીક હોય તેવું સ્થળ જો ધ્યાનમાં આવે તો લખશો. જૈનનાં પર્યુષણથી પહેલાં અને શ્રાવણ વદ 1 પછી અત્રેથી થોડા વખતને માટે નિવૃત્ત થવાની ઇચ્છા છે. ધર્મ સંબંધે પણ જ્યાં અમને ઓળખતા હોય તેવા ગામમાં હાલ તો અમે પ્રવૃત્તિ માની છે, જેથી ખંભાત આવવા વિષે વિચાર હાલ સંભવતો નથી. હાલમાં થોડા વખતને માટે આ નિવૃત્તિ લેવા ઇચ્છું છું. સર્વ કાળને માટે (આયુષ્ય પર્યત) જ્યાં સુધી નિવૃત્તિ મેળવવાનો પ્રસંગ ન આવ્યો હોય ત્યાં સુધી ધર્મ સંબંધે પણ પ્રગટમાં આવવાની ઇચ્છા રહેતી નથી. માત્ર નિર્વિકારપણે (પ્રવૃત્તિ રહિત) જ્યાં રહેવાય, અને એકાદ બે મનુષ્યો ત્યાં ખપ પૂરતાં (વ્યવહારની પ્રવૃત્તિ જુઓ !) હોય એટલે ઘણુંય છે. ક્રમપૂર્વક તમારો જે કંઈ સમાગમ રાખવો ઘટશે તે રાખશું. અધિક જંજાળ જોઈતી નથી. ઉપરની બાબત માટે સાધારણ તજવીજ કરવી. વધારે જાણમાં આવે એવું ન થવું જોઈએ. ભવિતવ્યતા જોગે જો હાલમાં મલ્યો તો ભક્તિ અને વિનય વિષે પૂછેલું સુજ્ઞ ત્રિભોવનના પત્રનું સમાધાન કરીશ. તમારા પોતાના પણ જ્યાં અધિક (બને ત્યાં સુધી કોઈ જ નહીં) ઓળખીતા ન હોય ત્યાંના સ્થળ માટે તજવીજ થાય તો કૃપા માનશું. લિવ સમાધિPage Navigation
1