Book Title: Vachanamrut 0252 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 252 છોટમકૃત પદસંગ્રહ વગેરે પુસ્તકો વાંચવાનો હાલ તો પરિચય રાખજો મુંબઈ, જેઠ સુદ, 1947 છોટમકૃત પદસંગ્રહ વગેરે પુસ્તકો વાંચવાનો હાલ તો પરિચય રાખજો. વગેરે શબ્દથી સત્સંગ, ભક્તિ અને વીતરાગતાનું માહાસ્ય વર્ણવ્યું હોય તેવાં પુસ્તકો સમજશો. સત્સંગાદિકની જેમાં માહામ્યતા વર્ણવી છે તેવાં પુસ્તકો અથવા પદો, કાવ્યો હોય તે વારંવાર મનન કરવા અને સ્મૃતિમાં રાખવા યોગ્ય સમજશો. જૈનસૂત્રો હાલ વાંચવાની ઇચ્છા થાય તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે તે (જૈનસૂત્રો) વાંચવા, સમજવામાં વધારે યોગ્યપણું હોવું જોઈએ, તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી; તથાપિ બીજાં પુસ્તકોની ગેરહાજરી હોય, તો ‘ઉત્તરાધ્યયન' અથવા ‘સૂયગડાંગ’નું બીજું અધ્યયન વાંચશો, વિચારશો.Page Navigation
1