Book Title: Vachanamrut 0244
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 244 પરબ્રહ્મ આનંદમૂર્તિ છે; તેનો ત્રણે કાળને વિષે અનુગ્રહ ઇચ્છીએ છીએ મુંબઈ, વૈશાખ સુદ 7, શુક્ર, 1947 પરબ્રહ્મ આનંદમૂર્તિ છે, તેનો ત્રણે કાળને વિષે અનુગ્રહ ઇચ્છીએ છીએ. કેટલોક નિવૃત્તિનો વખત મળ્યા કરે છે; પરબ્રહ્મવિચાર તો એમ ને એમ રહ્યા જ કરે છે, ક્યારેક તો તે માટે આનંદકિરણ બહુ સ્લરી નીકળે છે, અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે, પણ કોઈને કહી શકાતી નથી; અમારી એ વેદના અથાગ છે. વેદનાને વખતે શાતા પૂછનાર જોઈએ, એવો વ્યવહારમાર્ગ છે; પણ અમને આ પરમાર્થમાર્ગમાં શાતા પૂછનાર મળતો નથી; અને જે છે તેનાથી વિયોગ રહે છે. ત્યારે હવે જેનો વિયોગ છે એવા જે તમે તે અમને કોઈ પણ પ્રકારે શાતા પૂછો એમ માગીએ છીએ.

Loading...

Page Navigation
1