Book Title: Vachanamrut 0234
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 234 સર્વાત્મસ્વરૂપને નમસ્કાર મુંબઈ, ચૈત્ર સુદ 10, શનિ, 1947 સર્વાત્મસ્વરૂપને નમસ્કાર પોતાનું અથવા પારકું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, (આ દેહે છે); અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી; અને તેને લીધે જ આમ વર્તીએ છીએ. તથાપિ આપની અધિક આકુળતા જોઈ કંઈ કંઈ આપને ઉત્તર આપવો પડ્યો છે તે પણ સ્વેચ્છાથી નથી; આમ હોવાથી આપને વિનંતિ છે કે એ સર્વ માયિક વિદ્યા અથવા માયિક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા થતાં સુધી સ્મરણ ન મળવું જોઈએ, એમ યોગ્ય છે. જોકે હું આપનાથી જુદો નથી, તો આપ સર્વ પ્રકારે નિરાકુળ રહો. તમારા પ્રત્યે પરમ પ્રેમ છે, પણ નિરુપાયતા મારી છે.

Loading...

Page Navigation
1