Book Title: Vachanamrut 0198
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 198 અમારું હૃદય - સજીવનમૂર્તિથી - જીવે શું નથી કર્યું - શું પ્રિય કરવા જેવું છે? - યોગ્યતા માટે બ્રહ્મચર્ય મુંબઈ, માહ સુદ 11, ગુરૂ, 1947 સને અભેદભાવે નમોનમઃ પત્ર આજે મળ્યું. અત્ર આનંદ છે (વૃત્તિરૂપ). કેવા પ્રકારથી હમણાં કાળક્ષેપ થાય છે તે લખશો. બીજી બધી પ્રવૃત્તિ કરતાં જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે; અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામભોગથી વૈરાગ્યસમેત સત્સંગ છે. સત્સંગ(સમવયી પુરુષોનો, સમગુણી પુરુષોનો યોગ)માં, સતનો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષનાં વચનોનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સનો માર્ગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે; આ અમારું હૃદય છે. આ કાળ સુલભબોધીપણું પ્રાપ્ત થવામાં વિપ્નભૂત છે. કંઈક (બીજા કાળ કરતાં બહુ) હજુ તેનું વિષમપણું ઓછું છે; તેવા સમયમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા માયિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે . . . . . . . . સતનો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. તમને બધાને હમણાં જે કંઈ જૈનનાં પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, તેમાંથી જગતનું વિશેષ વર્ણન કર્યું હોય તેવો ભાગ વાંચવાનો લક્ષ ઓછો કરજો; અને જીવે શું નથી કર્યું ? ને હવે શું કરવું ? એ ભાગ વાંચવાનો, વિચારવાનો વિશેષ લક્ષ રાખજો. કોઈ પણ બીજાઓ, ધર્મક્રિયાને નામે જે તમારા સહવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતા હોય તેને નિષેધશો નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઇચ્છા અંગીકાર કરી છે, તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. માત્ર કોઈ દ્રઢ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ધર્મકથા કરશો (તે પણ જો તે ઇચ્છા રાખતા હોય તો). બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મવાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતાં શીખજો. જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી; આ અમારો નિશ્ચય છે. આ વાત તમે જે વાંચો તે સુજ્ઞ મગનલાલ અને છોટાલાલને કોઈ પણ પ્રકારે સંભળાવજો વંચાવજો. યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે.

Loading...

Page Navigation
1