Book Title: Vachanamrut 0196 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 196 બે મોટાં બંધન - તે ટાળવા - વ્યાખ્યાન પ્રતિબંધરૂપ મુંબઈ, માહ સુદ 7, રવિ, 1947 મુ-પણે' રહેવું પડે છે એવા જિજ્ઞાસુ, જીવને બે મોટાં બંધન છે : એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છેદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે. વ્યાખ્યાન કરવું પડે તો કરવું; પણ આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે. એમ સમજતાં જતાં ઉદાસીન ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાને રુચિકર અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું. 1 મુનિ-મુનિશ્રી લલ્લુજીPage Navigation
1