Book Title: Vachanamrut 0181 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 181 અહીં ત્રણે કાળ સરખા - પ્રવૃત્તિમાર્ગ જીવોને સતનું દર્શનમાં અટકાવરુપ મુંબઈ, માગશર સુદ 9, શનિ, 1947 સુજ્ઞ ભાઈ છોટાલાલ, ભાઈ ત્રિભોવનનું અને તમારું પત્ર મળ્યું. તેમ જ ભાઈ અંબાલાલનું પત્ર મળ્યું. હમણાં તો તમારું લખેલું વાંચવાની ઇચ્છા રાખું છું. કોઈ પ્રસંગે પ્રવૃત્તિ (આત્માની) થશે તો હું પણ લખતો રહીશ. તમે જે વેળા સમતામાં હો, તે વેળા તમારી અંતરની ઊર્મિઓ લખશો. અહીં ત્રણે કાળ સરખા છે. બેઠેલા વ્યવહાર પ્રત્યે અસમતા નથી, અને ત્યાગવાની ઇચ્છા રાખી છે; પણ પૂર્વ પ્રકૃતિને ટાળ્યા વિના છૂટકો નથી. કાળની દુષમતા ...........થી આ પ્રવૃત્તિમાર્ગ ઘણા જીવોને સતનું દર્શન કરતાં અટકાવે છે. તમને બધાને ભલામણ છે કે આ આત્મા સંબંધે બીજા પ્રત્યે કંઈ વાતચીત કરવી નહીં. વિ. રાયચંદPage Navigation
1