Book Title: Vachanamrut 0142 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 142 આત્માનું વિસ્મરણ કેમ થયું હશે ? કંઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું? વવાણિયા, બી.ભા. વદ 13, શનિ, 1946 આત્માનું વિસ્મરણ કેમ થયું હશે ? ધર્મજિજ્ઞાસુ ભાઈ ત્રિભુવન, મુંબઈ. તમે અને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી કંઈ આત્મલાભ ઇચ્છો છો, તે તે લાભ પામો એ મારી અંતઃકરણથી ઇચ્છા જ છે. તથાપિ તે લાભ આપવાની જે યથાયોગ્ય પાત્રતા તેમાં મને હજુ કંઈક આવરણ છે, અને તે લાભ લેવા ઇચ્છનારની પણ કેટલીક રીતે યોગ્યતાની મને ન્યૂનતા લાગ્યા કરે છે. એટલે એ બન્ને યોગ જ્યાં સુધી પરિપક્વતાને નહીં પામે ત્યાં સુધી ઇચ્છિત સિદ્ધિ વિલંબમાં રહી છે, એમ માન્યતા છે. ફરી ફરી અનુકંપા આવી જાય છે, પણ નિરુપાયતા આગળ શું કરું ? પોતાની કંઈ ન્યૂનતાને પૂર્ણતા કેમ કહું ? એ પરથી એવી ઇચ્છા રહ્યા કરે છે કે હમણાં તો જેમ તમો બધા યોગ્યતામાં આવી શકો તેવું કંઈ નિવેદન કર્યા રહેવું, જે કંઈ ખુલાસો માગો તે યથામતિ આપવો, નહીં તો યોગ્યતા મેળવ્યા રહો; એ ફરી ફરી સૂચવવું. 1સાથે ખીમજીનું પત્ર છે તે તેમને આપશો. એ પત્ર તમને પણ લખ્યું છે એમ સમજશો. 1 જુઓ સાથેનો આંક 143.Page Navigation
1