Book Title: Vachanamrut 0135 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 135 સમ્યફદશાનાં પાંચ લક્ષણો : શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા વવાણિયા, બી. ભા. સુદ 14, રવિ, 1946 ધર્મેચ્છક ભાઈઓ, મુમુક્ષતાનાં અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશો. સમ્યક્રદશાનાં પાંચ લક્ષણો છે : શમ. સંવેગ. અનુકંપા. નિર્વેદ. ક્રોધાદિક કષાયોનું શમાઈ જવું. ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ શમાઈ જવી તે ‘શમ', મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે ‘સંવેગ’. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું. ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ ! હવે થોભ, એ ‘નિર્વેદ'. માહાભ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે ‘શ્રદ્ધા’ - ‘આસ્થા’. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે ‘અનુકંપા'.. આ લક્ષણો અવશય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અધિક અન્ય પ્રસંગે. વિ. રાયચંદ્રના ય૦

Loading...

Page Navigation
1