Book Title: Vachanamrut 0127 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 127 બે પર્યુષણ દુઃખદાયક- મતાંતર ઘટવા જોઈએ. વવાણિયા, પ્રથમ ભાદરવા સુદ 4, 1946 પત્ર મળ્યું. નમ્રતાથી, વિનયથી, આખા વર્ષમાં થયેલો તમારા પ્રત્યેનો મારો અપરાધ મન, વચન, કાયાના પ્રશસ્ત યોગથી ફરી ફરી ખમાવું છું. સર્વ પ્રકારે મારા અપરાધનું વિસ્મરણ કરી આત્મશ્રેણીમાં પ્રવર્તન કર્યા રહો એ વિનંતી છે. આજના પત્રમાં, મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યુષણ પર્વ સમ્યદ્રષ્ટિથી જોતાં જણાયું; એ વાત રુચી. તથાપિ કલ્યાણ અર્થે એ દ્રષ્ટિ ઉપયોગી છે. સમુદાયના કલ્યાણ અર્થે જોતાં બે પર્યુષણ દુઃખદાયક છે. પ્રત્યેક મતાંતર સમુદાયમાં વધવા ન જોઈએ, ઘટવા જોઈએ. વિ. રાયચંદના યથાવPage Navigation
1