Book Title: Vachanamrut 0118 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 118 ધર્મેચ્છકનો અનન્ય સહાયક- રાહચિક વિશ્રામ- સત્યપરાયણના સ્મરણાર્થે શિક્ષાગ્રંથ- આત્માનું શબ્દવર્ણન- “આહાર, વિહાર અને નિહારનો નિયમિત” એટલે - આ ભવ પર ભવનું નિરુપાધિપણું મુંબઈ, અષાડ સુદિ 15, બુધ, 1946 ધર્મેચ્છક ભાઈઓ, ચિ૦ સત્યપરાયણના સ્વર્ગવાસસૂચક શબ્દો ભયંકર છે. એવાં રત્નોનું લાંબું જીવન પરંતુ કાળને પોષાતું નથી. ધર્મેચ્છકનો એવો અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવો યોગ્ય ન લાગ્યો. આ આત્માનો આ જીવનનો રાહસ્પિક વિશ્રામ કાળની પ્રબળ દ્રષ્ટિએ ખેંચી લીધો. જ્ઞાનદ્રષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શક્તો. સત્યપરાયણના સ્મરણાર્થે બને તો એક શિક્ષાગ્રંથ લખવા વિચારું છું. 'ન છિન્ને એ પાઠ પૂરો લખશો તો ઠીક પડશે. મારા સમજવા પ્રમાણે એ સ્થળે આત્માનું શબ્દવર્ણન છે. “છેડાતો નથી, ભેદાતો નથી.” ઇ0. “આહાર, વિહાર અને નિહારનો નિયમિત” એ વાક્યનો સંક્ષેપાર્થ આમ છે -- જેમાં યોગદશા આવે છે, તેમાં દ્રવ્ય આહાર, વિહાર અને નિહાર (શરીરના મળની ત્યાગક્રિયા) એ નિયમિત એટલે જેવી જોઈએ તેવી, આત્માને નિબંધક, ક્રિયાથી એ પ્રવૃત્તિ કરનારો. ધર્મમાં પ્રસક્ત રહો એ જ ફરી ફરી ભલામણ. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તો જરૂર સુખી થઈશું, પાર પામીશું, એમ હું ધારું છું. આ ભવનું પરભવનું નિરુપાધિપણું જે વાટેથી કરી શકાય તે વાટેથી કરશો, એમ વિનંતી છે. ઉપાધિગ્રાહ્ય રાયચંદના યથાયોગ્ય. 1 શ્રી આચારાંગસૂત્ર, અધ્ય૦ 3, ઉદ્દેશક ૩-જુઓ આંક 296.Page Navigation
1