Book Title: Vachanamrut 0117
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 117 લિંગદેહજન્ય જ્ઞાનમાં યત્કિંચિત ફેર- શ્રી જૂઠાભાઈના આત્માના ગુણાનુવાદમોક્ષમાર્ગને દે એવું સમ્યકત્વ મુંબઈ, અષાડ સુદ 10, 1946 લિંગદેહજન્યજ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયો જણાયો. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખબર મળ્યા. એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું. - એ આત્મદશારૂપે ખરો વૈરાગ્ય હતો. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમરાગી હતો, સંસારનો પરમ જુગુપ્સિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યફભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું. મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાહલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. અરેરે ! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય ? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય ? મોક્ષમાર્ગને દે એવું જે સમ્યકત્વ જેના અંતરમાં પ્રકાશયું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો ! નમસ્કાર હો !

Loading...

Page Navigation
1