Book Title: Vachanamrut 0114 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 114 ઉત્તમ નિયમાનુસાર અને ધર્મધ્યાન - પ્રશસ્ત વર્તન રાખજો મોરબી, અષાડ સુદ 4, ગુરૂ, 1946 મોરબીનો નિવાસ વ્યવહારનયે પણ અસ્થિર હોવાથી ઉત્તર પાઠવી શકાય તેમ નહોતું. તમારા પ્રશસ્ત ભાવ માટે આનંદ થાય છે. ઉત્તરોત્તર એ ભાવ તમને સલ્ફળદાયક થાઓ. ઉત્તમ નિયમાનુસાર અને ધર્મધ્યાન પ્રશસ્ત વર્તન કરજો, એ મારી વારંવાર મુખ્ય ભલામણ છે. શુદ્ધભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા એ એક આનંદકથા છે.Page Navigation
1