Book Title: Vachanamrut 0091
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 91 તે પવિત્ર દર્શન થયા પછી સોળ ભવ નથી - સ્વરૂપદર્શિતાની બલિહારી મુંબઈ, કારતક, 1946 તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુ:ખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત સત નિરુપમ, સર્વોત્તમ શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યક જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે ! જ્યાં મતભેદ નથી, જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢદ્રષ્ટિ એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે.

Loading...

Page Navigation
1