Book Title: Vachanamrut 0017 103 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 103. વિવિધ પ્રશ્નો - ભાગ 2 પ્ર0- એ કર્મો ટળવાથી આત્મા ક્યાં જાય છે ? ઉ0- અનંત અને શાશ્વત મોક્ષમાં. પ્ર0- આ આત્માનો મોક્ષ કોઈ વાર થયો છે ? ઉ0- ના. પ્ર0- કારણ ? ઉ0- મોક્ષ થયેલો આત્મા કર્મમલરહિત છે. એથી પુનર્જન્મ એને નથી. પ્ર0- કેવલીનાં લક્ષણ શું ? ઉ૦- ચાર ઘનઘાતી કર્મનો ક્ષય અને ચાર કર્મને પાતળાં પાડી જે પુરુષ ત્રયોદશ ગુણસ્થાનકવર્તી વિહાર કરે છે. પ્ર0- ગુણસ્થાનક કેટલાં ? ઉ0- ચૌદ. પ્ર0- તેનાં નામ કહો. ઉ0 1. મિથ્યાત્વ ગુણસ્થાનક 2. સાસ્વાદન ગુણસ્થાનક 3. મિશ્રગુણસ્થાનક 4. અવિરતિસમ્યક્ટ્રષ્ટિ ગુણસ્થાનક 5. દેશવિરતિ ગુણસ્થાનક 6. પ્રમત્તસંયત ગુણસ્થાનક 7. અપ્રમત્તસંયત ગુણસ્થાનક 8. અપૂર્વકરણ ગુણસ્થાનક 9. અનિવૃત્તિનાદર ગુણસ્થાનક 10. સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનકPage Navigation
1