Book Title: Vachanamrut 0017 097 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 97. તત્ત્વાવબોધ - ભાગ 16 પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઇચ્છે છે કે, જૈનદર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી, અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ છે. આ વાત ભદ્રિકજનોને શીધ્ર ચોંટી રહે છે. કારણ તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણા નથી. પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે તે કયા ન્યાયથી કહે છે ? જગતકર્તા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે ? એમ એક પછી એક ભેદરૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત રચવાની પરમેશ્વરને અવશય શી હતી ? રચ્યું તો સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને મોત શા માટે મૂક્યું ? એ લીલા બતાવવી કોને હતી ? રચ્યું તો કયા કર્મથી રચ્યું ? તે પહેલાં રચવાની ઇચ્છા કાં નહોતી ? ઇશ્વર કોણ ? જગતના પદાર્થ કોણ ? અને ઇચ્છા કોણ ? રચ્યું તો જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું, આમ ભ્રમણામાં નાખવાની અવશય શી હતી ? કદાપિ એ બધું માનો કે એ બિચારાની ભૂલ થઈ ! હશે ! ક્ષમા કરીએ, પણ એવું દોઢ ડહાપણ ક્યાંથી સૂછ્યું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપ્યો ? એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા આપી ? પોતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એની શી અવશ્ય હતી ? એક તો જાણે એ પ્રકારે વિચાર અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈનદર્શનપ્રવર્તકોને એનાથી કંઈ દ્વેષ હતો ? એ જગત્કર્તા હોત તો એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી ? જગત્કર્તા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી ? આવા અનેક વિચારો વિચારતાં જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમ જ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશમાત્ર પ્રયોજન નહોતું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગતના વિચારો જેણે સર્વ ભેદે કહ્યા છે, તેવા પરષોનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનાર કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે !Page Navigation
1