Book Title: Vachanamrut 0017 092 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 92. તત્ત્વાવબોધ - ભાગ 11 એમ જ નવ તત્ત્વ સંબંધી છે. જે મધ્યવયના ક્ષત્રિયપુત્રે જગત અનાદિ છે, એમ બેધડક કહી કર્તાને ઉડાડ્યો હશે, તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિના કર્યું હશે ? તેમ એની નિર્દોષતા વિષે જ્યારે આપ વાંચશો ત્યારે નિશ્ચય એવો વિચાર કરશો કે એ પરમેશ્વર હતા. કર્તા નહોતો અને જગત અનાદિ હતું તો તેમ કહ્યું. એના અપક્ષપાતી અને કેવળ તત્ત્વમય વિચારો આપે અવશ્ય વિશોધવા યોગ્ય છે. જૈન દર્શનના અવર્ણવાદીઓ માત્ર જૈનને નથી જાણતા એટલે અન્યાય આપે છે, તે હું ધારું છું કે મમત્વથી અધોગતિ સેવશે. આ પછી કેટલીક વાતચીત થઈ. પ્રસંગોપાત્ત એ તત્વ વિચારવાનું વચન લઈને સહર્ષ હું ત્યાંથી ઊઠ્યો હતો. તત્વાવબોધના સંબંધમાં આ કથન કહેવાયું. અનંત ભેદથી ભરેલા એ તત્વવિચારો જેટલા કાળભેદથી જેટલા શેય જણાય તેટલા જોય કરવા, ગ્રાહ્યરૂપ થાય તેટલા ગ્રહવા; અને ત્યાગરૂપ દેખાય તેટલા ત્યાગવા. એ તત્ત્વોને જે યથાર્થ જાણે છે, તે અનંત ચતુષ્ટયથી વિરાજમાન થાય છે એ હું સત્યતાથી કહું છું. એ નવ તત્ત્વનાં નામ મૂકવામાં પણ અરધું સૂચવન મોક્ષની નિકટતાનું જણાય છે!Page Navigation
1