Book Title: Vachanamrut 0017 037 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ શિક્ષાપાઠ 37. સામાયિકવિચાર-ભાગ 1 આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યગજ્ઞાનદર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થબુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ+આય+ઇક એ શબ્દોથી થાય છે; ‘સમ' એટલે રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, ‘આપ’ એટલે તે સમભાવનાથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ, અને ‘ઇક' કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. આર્ત અને રૌદ્ર એ બે પ્રકારનાં ધ્યાનનો ત્યાગ કરીને, મન, વચન, કાયાના પાપભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે. મનના પુગલ ‘દોરંગી’ છે. સામાયિકમાં જ્યારે વિશુદ્ધ પરિણામથી રહેવું કહ્યું છે ત્યારે પણ એ મન આકાશપાતાલના ઘાટ ઘડ્યા કરે છે. તેમ જ ભૂલ, વિસ્મૃતિ, ઉન્માદ ઇત્યાદિકથી વચનકાયામાં પણ દૂષણ આવવાથી સામાયિકમાં દોષ લાગે છે. મન, વચન અને કાયાના થઈને બત્રીશ દોષ ઉત્પન્ન થાય છે. દશ મનના, દશ વચનના અને બાર કાયાના એમ બત્રીશ દોષ જાણવા અવયના છે. જે જાણવાથી મન સાવધાન રહે છે. મનના દશ દોષ કહું છું. 1. અવિવેકદોષ- સામાયિકનું સ્વરૂપ નહીં જાણવાથી મનમાં એવો વિચાર કરે કે આથી શું ફળ થવાનું હતું? આથી તે કોણ કર્યું હશે ? એવા વિકલ્પનું નામ ‘અવિવેકદોષ'. યશોવાંછાદોષ- પોતે સામાયિક કરે છે એમ અન્ય મનુષ્યો જાણે તો પ્રશંસા કરે તે ઇચ્છાએ સામાયિક કરે ઇ0 તે “યશોવાંછાદોષ'. 3. ધનવાંછાદોષ- ધનની ઇચ્છાએ સામાયિક કરવું તે “ધનવાંછાદોષ'. ગર્વદોષ- મને લોકો ધર્મી કહે છે અને હું કેવી સામાયિક પણ તેવી જ કરું છું ? એ ‘ગર્વદોષ'. ભયદોષ- હું શ્રાવકકુળમાં જન્મ્યો છું; મને લોકો મોટા તરીકે માન દે છે, અને જો સામાયિક નહીં કરું તો કહેશે કે એટલું પણ નથી કરતો, એથી નિંદા થશે એ ‘ભયદોષ'. 6. નિદાનદોષ- સામાયિક કરીને તેનાં ફળથી ધન, સ્ત્રી, પુત્રાદિક મેળવવાનું ઇચ્છે તે ‘નિદાનદોષ'. 7. સંશયદોષ- સામાયિકનું પરિણામ હશે કે નહીં હોય ? એ વિકલ્પ તે ‘સંશયદોષ.” 8. કષાયદોષ- સામાયિક ક્રોધાદિકથી કરવા બેસી જાય, કે કંઈ કારણથી પછી ક્રોધ, માન, માયા, લોભમાં વૃત્તિ ધરે તે “કષાયદોષ.’ 1 દ્વિ. આ. પાઠા. - ‘તરંગી’

Loading...

Page Navigation
1