Book Title: Vachanamrut 0017 023 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 23. સત્ય સામાન્ય કથનમાં પણ કહેવાય છે કે, સત્ય એ આ 1‘સૃષ્ટિનું ધારણ' છે; અથવા સત્યના આધારે આ “સૃષ્ટિ' રહી છે. એ કથનમાંથી એવી શિક્ષા મળે છે કે, ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યાં છે, અને એ ચાર ન હોય તો જગતનું રૂપ કેવું ભયંકર હોય ? એ માટે થઈને સત્ય એ 1 “સૃષ્ટિનું ધારણ’ છે એમ કહેવું એ કંઈ અતિશયોક્તિ જેવું, કે નહીં માનવા જેવું નથી. વસુરાજાનું એક શબ્દનું અસત્ય બોલવું કેટલું દુઃખદાયક થયું હતું તે તત્વવિચાર કરવા માટે અહીં હું કહું વસુરાજા, નારદ અને પર્વત એ ત્રણે એક ગુરૂ પાસેથી વિદ્યા ભણ્યા હતા. પર્વત અધ્યાપકનો પુત્ર હતો; અધ્યાપકે કાળ કર્યો. એથી પર્વત તેની મા સહિત વસુરાજાના દરબારમાં આવી રહ્યો હતો. એક રાત્રે તેની મા પાસે બેઠી છે; અને પર્વત તથા નારદ શાસ્ત્રાભ્યાસ કરે છે. એમાં એક વચન પર્વત એવું બોલ્યો કે, ‘અજાહોતā'. ત્યારે નારદ બોલ્યો, “અજ તે શું પર્વત ?" પર્વતે કહ્યું, “અજ તે બોકડો.” નારદ બોલ્યોઃ આપણે ત્રણે જણ તારા પિતા કને ભણતા હતા ત્યારે તારા પિતાએ તો ‘અજ’ તે ત્રણ વર્ષની ‘વ્રીહિ' કહી છે; અને તું અવળું શા માટે કહે છે ?" એમ પરસ્પર વચનવિવાદ વધ્યો. ત્યારે પર્વતે કહ્યું: આપણને વસુરાજા કહે તે ખરું.” એ વાતની નારદે પણ હા કહી અને જીતે તેને માટે અમુક શરત કરી. પર્વતની મા જે પાસે બેઠી હતી તેણે આ સાંભળ્યું. ‘અજ' એટલે ‘વ્રીહિ' એમ તેને પણ યાદ હતું. શરતમાં પોતાનો પુત્ર હારશે એવા ભયથી પર્વતની મા રાત્રે રાજા પાસે ગઈ અને પૂછ્યું, રાજા ! ‘અજ' એટલે શું ?" વસુરાજાએ સંબંધપૂર્વક કહ્યું. " “અજ' એટલે ‘વ્રીહિ'. ત્યારે પર્વતની માએ રાજાને કહ્યું, “મારા પુત્રથી ‘બોકડો’ કહેવાય છે માટે તેનો પક્ષ કરવો પડશે; તમને પૂછવા માટે તેઓ આવશે.” વસુરાજા બોલ્યોઃ “હું અસત્ય કેમ કહું? મારાથી એ બની શકે નહીં.” પર્વતની માએ કહ્યું, “પણ જો તમે મારા પુત્રનો પક્ષ નહીં કરો તો તમને હું હત્યા આપીશ.” રાજા વિચારમાં પડી ગયો કે, સત્ય વડે કરીને હું મણિમય સિંહાસન પર અધ્ધર બેસું છું. લોકસમુદાયને ન્યાય આપું છું. લોક પણ એમ જાણે છે કે, રાજા સત્યગુણે કરીને સિંહાસન પર અંતરીક્ષ બેસે છે; હવે કેમ કરવું ? જો પર્વતનો પક્ષ ન કરું તો બ્રાહ્મણી મરે છે; એ વળી મારા ગુરૂની સ્ત્રી છે. ન ચાલતા છેવટે રાજાએ બ્રાહ્મણીને કહ્યું, “તમે ભલે જાઓ, હું પર્વતનો પક્ષ કરીશ.” આવો નિશ્ચય કરાવીને પર્વતની મા ઘેર આવી. પ્રભાતે નારદ, પર્વત અને તેની મા વિવાદ કરતાં રાજા પાસે આવ્યાં. રાજા અજાણ થઈ પૂછવા લાગ્યો કે “પર્વત, શું છે ? " પર્વતે કહ્યું, “રાજાધિરાજ ! ‘અજ તે શું ? તે કહો.” રાજાએ નારદને પૂછ્યું, “તમે શું કહો છો ?" નારદે કહ્યું, ‘અજ તે ત્રણ વર્ષની ‘વ્રીહિ', તમને ક્યાં નથી સાંભરતું ? વસુરાજા 1 દ્વિ. આ. પાઠા. - 1. ‘જગતનું ધારણ” 2 ‘જગત રહ્યું છે' 3 ‘તે પ્રસંગ વિચાર કરવા માટે અહીં કહીશું.'Page Navigation
1