Book Title: Vachanamrut 0017 022 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 22. કામદેવ શ્રાવક મહાવીર ભગવંતના સમયમાં દ્વાદશવ્રતને વિમળ ભાવથી ધારણ કરનાર વિવેકી અને નિર્ગકવચનાનુરક્ત કામદેવ નામનો એક શ્રાવક તેઓનો શિષ્ય હતો. સુધર્માસભામાં ઇંદ્ર એક વેળા કામદેવની ધર્મઅચળતાની પ્રશંસા કરી. એવામાં ત્યાં એક તુચ્છ બુદ્ધિમાન દેવ બેઠો હતો. તે બોલ્યો એ તો સમજાયું ! નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, તેમજ જ્યાં સુધી પરિષહ પડ્યા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને ધર્મદ્રઢ' આ મારી વાત હું એને ચળાવી આપીને સત્ય કરી દેખાડું.” ધર્મદ્રઢ કામદેવ તે વેળા કાયોત્સર્ગમાં લીન હતો. દેવતાએ હાથીનું રૂપ વૈક્રિય કર્યું, અને પછી કામદેવને ખૂબ ગૂંદ્યો તોપણ તે અચળ રહ્યો; એટલે મુશળ જેવું અંગ કરીને કાળા વર્ણનો સર્પ થઈને ભયંકર ફૂંકાર કર્યા, તોય કામદેવ કાયોત્સર્ગથી લેશ ચળ્યો નહીં, પછી અટ્ટહાસ્ય કરતા રાક્ષસનો દેહ ધારણ કરીને અનેક પ્રકારના પરિષહ કર્યા, તોપણ કામદેવ કાયોત્સર્ગથી ચળ્યો નહીં. સિંહ વગેરેનાં અનેક ભયંકર રૂપ કર્યો, તોપણ કાયોત્સર્ગમાં લેશ હીનતા કામદેવે આણી નહીં. એમ રાત્રીના ચાર પહોર દેવતાએ કર્યા કર્યું, પણ તે પોતાની ધારણામાં ફાવ્યો નહીં. પછી તેણે ઉપયોગ વડે કરીને જોયું તો મેરુના શિખરની પેરે તે અડોલ રહ્યો દીઠો. કામદેવની અદભુત નિશ્ચલતા જાણી તેને વિનય ભાવથી પ્રણામ કરી દોષ ક્ષમાવીને તે દેવતા સ્વસ્થાનકે ગયો. કામદેવ શ્રાવકની ધર્મદ્રઢતા આપણને શો બોધ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્વવિચાર એ લેવાનો છે કે, નિર્ગથપ્રવચનમાં પ્રવેશ કરીને દ્રઢ રહેવું. કાયોત્સર્ગ ઇત્યાદિક જે ધ્યાન ધરવાના છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દ્રઢતાથી નિર્દોષ કરવાં.” ચળવિચળ ભાવથી કાયોત્સર્ગ બહ દોષયુકત થાય છે. *પાઈને માટે ધર્મશાખ કાઢનારા ધર્મમાં દ્રઢતા ક્યાંથી રાખે ? અને રાખે તો કેવી રાખે !" એ વિચારતાં ખેદ થાય છે. 1 વિ. આ. પાઠા. - 1, ‘તેણે એવી સુદૃઢતાનો અવિશ્વાસ બતાવ્યો, અને કહ્યું કે જ્યાં સુધી પરિષહ પડ્યા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને ધર્મદૃઢ જણાય.’ 2 ‘કામદેવ શ્રાવકની ધર્મદૃઢતા એવો બોધ કરે છે કે સત્યધર્મ અને સત્યપ્રતિજ્ઞામાં પરમઢ રહેવું અને કાયોત્સર્ગાદિ જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને સુદૃઢતાથી નિર્દોષ કરવાં.' 3 ‘પાઈ જેવા દ્રવ્યલાભ માટે ધર્મશાખ કાઢનારની ધર્મમાં દૃઢતા ક્યાંથી રહી શકે ? અને રહી શકે તો કેવી રહે ?'Page Navigation
1