Book Title: Vachanamrut 0017 021 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 21. બાર ભાવના વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયોની સુદ્રઢતા થવા માટે બાર ભાવના ચિંતવવાનું તત્વજ્ઞાનીઓ કહે 1. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે પહેલી ‘અનિત્યભાવના'. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી; માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે, એમ ચિંતવવું તે બીજી “અશરણભાવના'. આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ ? એ સંસાર મારો નથી, હું મોક્ષમયી છું, એમ ચિંતવવું તે ત્રીજી “સંસારભાવના'. 5. આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાનાં કરેલાં કર્મ એકલો ભોગવશે; એમ ચિંતવવું તે ચોથી ‘એકત્વભાવના'. આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી ‘અન્યત્વભાવના'. આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગજરાને રહેવાનું ધામ છે, એ શરીરથી હું ન્યારો છું, એમ ચિંતવવું તે છઠ્ઠી ‘અશુચિભાવના'. 7. રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આસવ છે, એમ ચિંતવવું તે સાતમી ‘આસવભાવના'. જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઈને નવાં કર્મ બાંધે નહીં, એવી ચિંતવના કરવી એ આઠમી ‘સંવરભાવના'. 9. જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે, એમ ચિંતવવું તે નવમી ‘નિર્જરાભાવના'. 10. લોકસ્વરૂપનું ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશસ્વરૂપ વિચારવું તે દશમી ‘લોકસ્વરૂપભાવના'. 11. સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યકજ્ઞાન પામ્યો, તો ચારિત્ર સર્વ વિરતિ પરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે; એવી ચિંતવના તે અગિયારમી ‘બોધદુર્લભભાવના'. 12. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરૂ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે, એમ ચિંતવવું તે બારમી ‘ધર્મદુર્લભભાવના'. આ બાર ભાવનાઓ મનનપૂર્વક નિરંતર વિચારવાથી સપુરુષો ઉત્તમ પદને પામ્યા છે, પામે છે અને પામશે.Page Navigation
1