Book Title: Vachanamrut 0017 012 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 12. ઉત્તમ ગૃહસ્થ સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકો ગૃહાશ્રમથી આત્મસાધનને સાધે છે; તેઓનો ગૃહાશ્રમ પણ વખણાય છે. તે ઉત્તમ પુરુષ સામાયિક, ક્ષમાપના, ચોવિહાર-પ્રત્યાખ્યાન ઇ. યમનિયમને સેવે છે. પરપત્ની ભણી માતુ બહેનની દ્રષ્ટિ રાખે છે. યથાશક્તિ સત્પાત્રે દાન દે છે. શાંત, મધુરી અને કોમળ ભાષા બોલે છે. સાસ્ત્રનું મનન કરે છે. બને ત્યાં સુધી ઉપજીવિકામાં પણ માયા, કપટ છે.. કરતો નથી. સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરૂ એ સઘળાંને યથાયોગ્ય સન્માન આપે છે. માબાપને ધર્મનો બોધ આપે છે. યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવું, શયન ઇ. રખાવે છે. પોતે વિચક્ષણતાથી વર્તી સ્ત્રીપુત્રને વિનયી અને ધર્મી કરે છે. સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. આવેલા અતિથિનું યથાયોગ્ય સન્માન કરે છે. યાચકને સુધાતુર રાખતો નથી. સપુરુષોનો સમાગમ અને તેઓનો બોધ ધારણ કરે છે. સમર્યાદ, અને સંતોષયુકત નિરંતર વર્તે છે. યથાશક્તિ શાસ્ત્રસંચય જેના ઘરમાં રહ્યો છે. અલ્પ આરંભથી જે વ્યવહાર ચલાવે છે. આવો ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે.Page Navigation
1