Book Title: Udyotanasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ 22 શાસનપ્રભાવક નિર્વાણ સં. 1277 (વિ. સં. ૮૦૭)માં અને આચાર્યપદ વીરનિર્વાણ સં. 1281 (વિ. સં. ૮૧૧)માં પ્રાપ્ત થયાં હતાં. આચાર્યપદગ્રહણ વખતે તેમની વય 11 વર્ષની હતી. તેમને સ્વર્ગવાસ વીરનિર્વાણ સં. 1365 (વિ. સં. ૮૫)માં બતાવવામાં આવ્યો છે. તે આધારે તેઓ વીરનિર્વાણની તેરમી (વિક્રમની નવમી શતાબ્દીના પ્રભાવક આચાર્ય હતા. ~- - ‘કુવલયમાળા” ગ્રંથના કર્તા, સ્વપરસમય-વિશારદ, દાાંક્ષયાંક આચાર્યશ્રી ઉદ્યોતનસૂરીશ્વરજી મહારાજ કુવલયમાળા'ના કર્તા શ્રી ઉદ્યોતનસૂરિ દાક્ષિણ્યચિહ્ન નામથી પ્રસિદ્ધ છે. તેઓ વિભિન્ન દર્શનના ધુરંધર વિદ્વાન હતા. સામુદ્રિકશાસ્ત્ર, તિષવિદ્યા અને ધાતુવિજ્ઞાન આદિ વિવિધ વિષયેના વિશિષ્ટ જ્ઞાતા હતા. તેમના શરીરના જમણા ભાગમાં સાથિયાનું ચિહ્ન હોવાથી તેઓ દાક્ષિણ્યચિહ્ન કે દાક્ષિણાંક તરીકે પ્રસિદ્ધ થયા હતા. શ્રી ઉદ્યોતનસૂરિ ગુરુપરંપરામાં યુગપ્રધાન હરિગુપ્તસૂરિ નામે આચાર્ય થયા છે. તેમનું બીજું નામ રાજર્ષિ હારિલસૂરિ હતું અને તેમનાથી હારિલ વંશ (ગચ્છ) નીકળ્યું હતું. હરિગુમસૂરિ ઈતિહાસ પ્રસિદ્ધ “તરમાણ” રાજાના ગુરુ હતા. મહાકવિ દેવગુપ્ત હરિગુમસૂરિના મુખ્ય શિષ્ય હતા. શ્રી દેવગુપ્તસૂરિના શિષ્ય શિવચંદ્રગણિ હતા. શિવચંદ્રગણિના શિષ્ય ક્ષમાશ્રમણ યદત્તગણિ હતા. યજ્ઞદામણિને અનેક શિષ્ય હતા. તેમાં છ મુખ્ય શિષ્યમાં એકનું નામ વટેશ્વર ક્ષમાશ્રમણ હતું. વટેશ્વરના શિષ્ય તત્વાચાર્ય હતા. તત્ત્વાચાર્યના શિષ્ય ઉદ્યોતનસૂરિ હતા. આ ગુરુપરંપરા “કુવલયમાળાની પ્રશસ્તિમાં મળે છે. શ્રી ઉદ્યોતનસૂરિએ સૈદ્ધાંતિક ગ્રંથોનો અભ્યાસ આચાર્યશ્રી વીરભદ્રસૂરિ પાસે અને ન્યાયશાસ્ત્રને અભ્યાસ યાકિની મહત્તાસૂનું શ્રી હરિભદ્રસૂરિ પાસે કર્યો હતો. શ્રી ઉદ્યોતનસૂરિ વિશિષ્ટ વ્યાખ્યાનકાર તેમ જ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. “કુવલયમાળા” તેમણે ચપૂશૈલીમાં રચેલી પ્રાકૃત કથા છે. ગદ્ય-પદ્યમિશ્રિત મહારાષ્ટ્ર પ્રાકૃતની પ્રસાદપૂર્ણ રચના છે. પૈચાશી, અપભ્રંશ અને સંસ્કૃત પ્રયોગોએ પણ આ કથાને સુંદરતા અર્પે છે. વિવિધ અલંકારે, પ્રહેલિકા અને સુભાષિતો તેમ જ માર્મિક પ્રશ્નોત્તરો, વિવિધ પ્રકારની વણિક બેલીઓના માધ્યમથી મધુર રસપાન કરાવતી આ કથા પાઠકના મનને મુગ્ધ કરે તેવી ભાવવાહી છે. અનેક દેશ્ય શબ્દોને પ્રવેગ પણ આ કથામાં કરવામાં આવ્યું છે. ક્રોધ, માન, માયા, લેભ આદિનાં દુઃખદ પરિણામ બતાવવા માટે કવિએ સરળ નાની કથાઓના પ્રયોગ ગૂંથીને આ કથામાં મધુબિંદુની જેમ આકર્ષણ ભર્યું છે. બાણ કવિની કાદંબરી જે આ અદ્દભુત ગ્રંથ છે. શ્રી ઉદ્યોતસૂરિએ આ ગ્રંથ જાલેરમાં લખીને પૂર્ણ કર્યો હતે. “કુવલયમાળા'ના અંતે પ્રાપ્ત થતા ઉલ્લેખો મુજબ આ ગ્રંથની સમાપ્તિ શક સંવત 700 પૂર્ણ થવાના એક દિવસ પહેલાં થઈ છે. આ આધારે શ્રી ઉદ્યોતનસૂરિને સમય વીરનિર્વાણ સં. 1304 (વિ. સં. 834) નિર્ણત થાય છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1