Book Title: Trishashti Shakala Purush Charitam Part 5
Author(s): Hemchandracharya, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ III સહિત બાર વ્રત ગ્રહણ કર્યા. અનેક જર્જરિત જિનાલયોના જીર્ણોદ્ધાર કરાવ્યા, અનેક દાનશાળાઓ ખોલી, લગભગ ચૌદ કરોડ રૂપિયાનો સવ્યય કરી નિર્ધન અને અલ્પપુન્યવાળા સાધર્મિક બંધુઓની કાયાપલટ કરી દીધી, પ્રજા ઉપરના ઘણા આકરા કરવેરાઓ માફ કરાવ્યા. શત્રુંજય-ગિરનારના છ'રી પાલિત સંઘો કઢાવ્યા. યોગશાસ્ત્ર-વીતરાગ સ્તોત્ર જેવા સૂત્રો કંઠસ્થ કર્યા. મોટી ઉમરે ધર્મ પામ્યા છતાં શાસનના એક એક અંગની જબરદસ્ત આરાધના કરી લીધી. શ્રી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંતે આ એક પરમહંતુ શ્રાવકરનનું સર્જન કરી તેના દ્વારા જગતભરમાં અને વિશેષ કરી ગુજરાતમાં શાસનની બેજોડ પ્રભાવના કરી જૈન ધર્મનો ડંકો વગાડી દીધો હતો. જાણવા મુજબ આ શ્રી હેમચંદ્રસૂરિજીએ પાંત્રીસ હજાર જેટલા માનવોને ધર્મોપદેશ દ્વારા નવા જૈન બનાવ્યા હતા. આચાર્ય હેમચંદ્રસુરિજીએ શિષ્યસર્જનનું કાર્ય પૂરી ચીવટથી કર્યુ હતું. આ.બાલચંદ્રસૂરિ મ., આ. રામચંદ્રસૂરિ મ, આ. મહેન્દ્રસૂરિ મ., પં. વર્ધમાનગતિ મ., પં. ગુણચંદ્રગણિ મ, પં. યશશ્ચંદ્રગણિ મ., પં. ઉદયચંદ્રગણિ મ. મુનિ દેવચંદ્રજી, પં. ઉદયસાગરગણિ જેવા વિદ્વાન, કવિ, શાસ્ત્રમર્મજ્ઞ શિષ્યોના સર્જન કરી એક મહાન કાર્ય આચાર્યશ્રીએ કર્યુ. આચાર્યશ્રીના આ વિદ્વાન શિષ્યરત્નોએ પણ વિવિધ વિષયક અનેક ગ્રંથોના સર્જન કરી જૈન સાહિત્ય સંગ્રહને સમૃદ્ધ કરવામાં અનેરૂ યોગદાન આપ્યું છે. વિદ્વત્તા સાથે હેમચંદ્રાચાર્યની નમ્રતા પણ ગજબ કોટીની હતી. બધું જ્ઞાનસંપાદન ગુરુની પાસે અને તેમની કૃપાથી જ થયું #ા છે.” એવું સ્પષ્ટ તેમણે જ ત્રિ.શ.પુ.ની પ્રશસ્તિમાં જણાવ્યું છે. आचार्यो हेमचंद्रोऽभूत्तत्पदाभोजषट्पदः । तासादादधिगत-ज्ञान-संपत्महोदयः ।। દિગ્ગજ વિદ્વાનો પણ હેમચંદ્રાચાર્યની બહુમુખી પ્રતિભાથી અત્યંત પ્રભાવિત હતા, તેમની સ્તુતિ કરતા થાકતા ન હતા, આટલી નાની જિંદગીમાં આટલું વિરાટ સર્જન કાર્ય કઈ રીતે કરી શકયા, એ બધા માટે આશ્ચર્યરૂપ હતું. किं स्तुमः शब्दपाथोघेः हेमचंद्रयतेतिम् । एकेनापि हि येनेदृक् कृतं शब्दानुशासनम् ॥ IIકો

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 420