Book Title: Tithi Ane Samvatsari Mat Bhed Author(s): Shrimad Rajchandra Publisher: Prabuddha Jivan 1948 View full book textPage 2
________________ તા. 1-9-48 - 337 પિતાથી બને તેવું છે તે તે રોક્ત નથી; અને બીજી તિથિ આદિની ભળતી ફીકર કર્યું જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધને પશને મેહ રહ્યો છે તે મેહ અટકાવવાનો છે. મોટું પાપ અજ્ઞાનનું છે.” આજના સમાજ ઉપર પ્રતિષ્ઠા ધરાવતા આ ચા એટલું સાદુ’ સીધું તથ્ય સમજે, સ્વીકારે અને તિથિ અને સંવત્સરિના, પ્રશ્નોનું એકત્ર થઈને સાદી બુદ્ધિથી નિરાકરણ કરે અને ભાંગતા સમાજને વધારે ભાંગતા અટકાવે એ જ પ્રાર્થના! એ જ અભ્યર્થના !! સંવરિના મતભેદનું બહુમતીથી નિરાકરણ કરે! આ પ્રશ્ન સંબધે શ્રી. ચતુરદાસ રાયચંદ શાહ એક પત્રમાં જણાવે છે કે : “મારા મત મુજબ તે હાલમાં સંવત્સરી કયા દિવસે ઉજવવી તેની જે ભાંજગડ ચાલી રહી છે તે બાબતમાં સૌથી સારે રસ્તે એ છે કે મુંબઈમાં ગેડીઝ દહેરાસરની પેટી અગર અમદાવાદ ખાતે આણંદજી કલ્યાણજીની પેઢી હીબરના દરેક આચાર્યોને લેખિત પુછાવી તેમને અભિપ્રાય મંગાવી લે અને પછી તેમાં વધુ મતે જે દીવસે સંવત્સરી કરવા માટે અભિપ્રાય આવે એ દીવસ જાહેર મેં એ એ કબુલ રાખવું જોઈએ કે જે દિવસ વધુ મતે સંવત્સરી કરવા માટે નક્કી થશે તે પ્રમાણે અમો તથા અમારા અનુયાયીઓ, એ દિવસ જરૂર માન્ય રાખીશું. મને લાગે છે કે ઉપર પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવશે તે સંધમાં શાંતિ રહેશે. બધા એક સાથે હળીમળી આનંદપૂર્વક સંવત્સરી પર્વ ઉજવી શકશે અને જે ઉદ્દેશથી આપણે સંવત્સરી પર્વ ઉજવવાના છીએ તે સાર્થક થશે નહીંતર વિના કારણે વિખવાદ ઉભો રહેશે અને ઘરઘરમાં કયા થશે અને સંવત્સરી પર્વ ઉજવવામાં લાભ કરતાં નુકસાન આપણે વધું સહન કરવું પડશે. માટે મારી જૈન આગેવાનોને વિનંતિ છે કે બધા આચાર્યોને મત મેળવવા અને વધુ મતે એક દિવસ સંવત્સરી ઉજવવા માટે પ્રબંધ કરે. જ્યારે જયારે આ પ્રમાણે ક્ષય કે વૃદ્ધ તિથિ આવે ત્યારે ત્યારે ઉપર મુજબ નિર્ણય કરવાથી કાયમી શાન્તિ થઈ જશે.” આ પત્રમાં શ્રી. ચતુરદાસે વ્યક્ત કરેલી શુભ ભાવના પ્રશંસનીય છે, પણ તેમણે આ મતભેદ દૂર કરવાને દર્શાવેલો ઉપાય આજના જૈન આચાર્યોના કદાગ્રહી માનસનું અત્યન્ત અજ્ઞાન સૂચવે છે. તેમના ખ્યાલમાં હશે કે શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજને પર્વ તિથિઓને લગતે ધાર્મિક વ્યવહાર કંઇ કાળથી એકસરખો ચાલે આવતા હતા અને સૌ કોઈ સાથે મળીને એક સરખા દિવસેએ ધાર્મિક વ્રતનિયમ આચરતા હતા. આ એકરૂપતામાં શ્રી વિજયરામચંદ્ર સૂરિએ સૌથી પહેલું તિથિશુદ્ધિનું તુત ઉભું કર્યું અને ચાલુ પરંપરાથી જુદા ભાગે ચાલવાની શરૂઆત કરી, તેમની સામે મોરચો માંડયા શ્રી સાગરાનંદ રિએ. અને જૈન સમાજમાં તિથિકલહ વધારે ને વધારે ઉગ્ર સ્વરૂપ પકડતો ગ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ આ ઝગડે મીટાવવાના કેવળ શુ હેતુથી વચ્ચે પડયા અને આ બને ધુરંધર આચાર્યોએ તેમની લવાદી સ્વીકારી. તેમણે પૂનાવાળા અધ્યાપક શ્રી. વૈદ્યની મદદ વડે અત્યન્ત વિદ્વત્તાપૂર્ણ ચુકાદો તૈયાર કર્યો અને જાહેર જનતા સમક્ષ રજુ કર્યો. આ ચુકાદો જેમને અનુકુળ હવે તેમણે વધાવી લીધો. જેમને પ્રતિકુળ હતો તેમણે લવાદીમાંથી પીછેહઠ કરી અને ચુકાદો ઘડનાર વિદ્વાન અધ્યાપક સામે કંઈ કંઈ પ્રકારના આક્ષેપ કર્યા. આને સાર એ નીકળે છે કે આજના આચાર્યોને પિતાતા મન્તવ્ય વિષે પાર વિનાનું ભમત્વ છે અને એ કારણે જૈન સમુદાયમાં ભાગલા પડે અને આ સમાજ છિન્નભિન્ન થઈ જાય તેની તેમને કશી જ પડી નથી. તેઓ આ કે અન્ય બાબતેમાં કોઈની લવાદીને કે બહુમતિ નિર્ણયને સ્વીકારવાને બીલકુલ તૈયાર જ નથી. પ્રસ્તુત સંવત્સરિના પ્રશ્નમાં પણ શરૂઆતમાં એક પક્ષે જાતીના પાંચ છ આચાર્યો હતા; બીજી બાજુએ શરૂઆતમાં શ્રી. સાગરાનંદ સૂરિ એકલા જ હતા. એમ છતાં પણ આવી બાબતમાં સામુદાયિક આચારભેદ ન જ થવું જોઈએ-આટલી કોઈ પણ સામાન્ય બુદ્ધિને સહજ સુઝે તેવી બાબતને સ્વીકાર કરીને પિતાના મતને આગ્રહ છોડવાનું તેમને સૂઝયું જ નહિ. અને એમ સુઝે અને બધા સાથે એકરૂપ બને તો તે સાગરાનંદ સૂર જ નહિ. આ આખા ઝગડાનો ત્યારે જ નીકાલ આવે કે જ્યારે આવી ધાર્મિક આચારવ્યવહારને લગતી બાબતોમાં પવંતિથિની શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલને ગૌણ કરવામાં આવે અને એક યા બીજે દિવસે પણ ધાર્મિક આયાર નિયમોનું અનુપાલન સમગ્ર સમુદાયે સાથે મળીને જ કરવું જોઈએ એ મુદ્દાના મહત્વને પ્રાધાન્ય આપવામાં આવે. કારણ કે તિથિશુધિના શાસ્ત્રાર્થને બન્ને પક્ષને માન્ય થાય એવા કઈ કઈ કાળે છેડે આવવાને જ નથી. પણ, આવી સુધબુધ્ધિ આજને શબ્દપંડિત જન આચાર્યોમાં ઉદ્દભવવાની આશા બહુ જ ઓછી છે. પરસ્પર અથડામણે વડે ક્ષીણપ્રાણુ બનવું એ જ જન સમાજનું ભાવી દેખાય છે ! નવા જૈન જે. પી. અને ઓનરરી મેજીસ્ટ્રેટને અભિનન્દન તાજેતરમાં મુંબઈ પ્રાન્તની સરકાર તરફથી એક યાદી બહાર પડી છે જેના પરિણામે જુના સર્વ જે. પી.ઓને તેમ જ એનરરી મેજીસ્ટ્રેટોને એ પદ અને તેને લગતા અધિકારથી મુક્ત કરવામાં આવ્યા છે અને મુંબઈ અને બૃહદ્ મુંબઈ પુરતી નવા જે. પી. અને ઓનરરી મેજીસ્ટ્રેટોની એક લાંબી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં 31 જેનો સમાવેશ કરવામાં આવ્યું છે. આમાંથી બે બંધુઓ શ્રી. શાન્તિલાલ હરજીવન શાહુ અને શ્રી. રતિલાલ ચીમનલાલ કઠારી મુંબઈ જન યુવક સંઘની. કાર્યવાહક સમિતિના સભ્ય છે અને શ્રી. મણિબહેન ચંદુલાલ નાણાવટી, શ્રી કકલભાઈ ભુદરદાસ વકીલ, શ્રી. શાન્તિલાલ હીરાલાલ શાહ શ્રી ચીમનલાલ મોતીલાલ પરીખ અને શ્રી. લખમશી ઘેલાભાઈ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો છે. આ કારણે તે સાતે સભ્યોને મુંબઈ જૈન યુવક સંઘના હાર્દિક અભિનન્દન છે. આ ઉપરાંત શ્રી, તારાબહેન માણેકલાલ પ્રેમચંદ, શ્રી. સુલોચના બહેન મોદી તથા શ્રી, લીલાવતી બહેન બેંકર એમ ત્રણ જિન બહેનોને પણ આ નવા પદવી પ્રદાનથી નવાજવામાં આવેલ છે. આ ઉપરાંત બીજા જેન જે. પી. તથા ઓનરરી મેજીસ્ટ્રેટોની યાદી નીચે મુજબ છે. સર મણિલાલ બાલાભાઈ નાણાવટી , ચુનીલાલ ભાઈચંદ મહેતા શ્રા, ચ દુલાલ વર્ધમાન શાહ ચંદુલાલ ટી. શાહ , વાડીલાલ ચત્રભુજ ગાંધી મોહનલાલ તારાચંદ શાહ માધવલાલ હીરાલાલ શાહ શામજી કરમસી મનમોહન પી. ગાંધી દામજી રતનશી ખેના ખીમજી માંડણ ભુજપુરી પ્રસન્નમુખ સુરચંદ બદામી ધીરજલાલ નેમચંદ શ્રોફ નવનીતલાલ બી, ઝવેરી સેમેશચંદ્ર મણિલાલ નાણાવટી રતિલાલ છોટાલાલ મેદી મુલજી દુર્લભદાસ વેલજી લખમશી નપુ ગંભીરચંદ ઉમેદચંદ ભવાનજી અરજણ ખીમજી , બી. એન. મહેશ્વરી ટોકરશી જીવરાજ ખીમજી આ સંવે ભાઈઓ તથા બહેનો પોતાને મળેલા વિશિષ્ટ સમગ્ર જનસમાજની સેવા કરવા સદા તત્પર રહેશે અને એ રીતે જૈન સમાજનું ગોરવ વધારશે એ આશા સાથે તેમનું અભિનન્દન કરવામાં આવે છે.Page Navigation
1 2