Book Title: Tattvartha shraddhanam Samyagdarshanam etle Shu
Author(s): Santbal
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 2
________________ તત્વાર્થશ્રદ્ધાનમ-સમ્યગદર્શનમ' એટલે શું? અને તે આગમોના પણ પોતે માની લીધેલા અર્થો સિવાય બીજો કોઈ અર્થ નથી. તેઓ રોજ વાંચે છે ખરાં કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં ભાવ જ મુખ્ય વસ્તુ છે. દાન, શીલ, તપ અને ભાવનામાં પણ ભાવના જ મુખ્ય વસ્તુ છે. છતાં આચારમાં ભૂલથાપ ખાઈ જાય છે. તત્ત્વાર્થમાં તત્ત્વ જ નિરપેક્ષ છે અર્થ તો સાપેક્ષ જ છે. આથી જ કેવલી ભગવાન જે અનુભવે છે, તે વાણીમાં ઉતારી શકતા નથી. કેવલીઓની વાણીને ગણધર કેવલીવાણીવત શૃંથી શકતા નથી. ગણુધરી જેમ ગૂંથે છે, તેમ વાચકો વાચી શકતા નથી. આટલું બધું સ્પષ્ટ હોવા છતાં અક્ષરોનાં બીબાંને પોતે માની લીધેલા અર્થમાં જ ત્રિકાલબાધિત માનીને ચાલનારાંઓ માટે ઉજજવળ ચારિત્ર્યનો ચેપ સિવાય બીજો કોઈ બાહ્ય ઈલાજ જ નથી. ઉપર્યુક્ત મુનિરાજના મનમાં એમ પણ ભ્રમણા લાગી કે “સમાજનાં કે રાષ્ટ્રનાં કામો તો બંધનરૂપ છે, મોક્ષમાર્ગ જુદો છે. ગાંધીજી રાજકીય પુરુષ ખરા, મોક્ષમાર્ગ નહિ” આવું આવું આ એક જ શા માટે, અનેક મુનિરાજે માનતા હોય છે. અરિહંતોને સિદ્ધ કરતાં આગળ મૂકનારા તેઓ માટે અરિહંતમાં રહેલા વ્યક્તિ અને સમષ્ટિના વિકાસના અવિનાભાવિ સાહચર્યને સમજી શકતા નથી. કારણ કે તત્વ પર તેઓ ભાંગીતૂટી પણ શ્રદ્ધામાં દઢ રહી શકે છે, પણ અર્થવિકાસની આખી વ્યવહાર વાતને જ ભૂલી જાય છે. જ્યાં શુદ્ધ વ્યવહાર જ સંભવિત નથી ત્યાં શઠ નિશ્ચયની વાત કે ક્યાં લગી ? જૈન સાધુવર્ગ જેવી જ લગભગ ચુસ્ત વૈદિક સંન્યાસીવર્ગ અને ભક્તોની પણ આ જ દશા છે. બીજી બાજુ જેઓ સમાજસેવા કે રાષ્ટ્રસેવામાં પડેલાં છે, તેઓ વળી ધર્મનાં મૌલિક સત્યો તરફ જ બેદરકાર બની જતાં હોય છે! આમ એક બાજુ અર્થની શ્રદ્ધા અને બીજી બાજુ તત્વની શ્રદ્ધાને નામે બન્નેના મૂળમાં મૌલિક સત્યની ઉપેક્ષા જ આવી જાય છે. આથી જ તત્વની ત્રિકાલાબાધિતાને સામે રાખી તે દૃષ્ટિએ થતા અર્થવિકાસને લીધે પળે પળે થતા ફેરફારોને અપનાવવા જ જોઈએ, નહિ તો આત્મજ્ઞાન પોતે જ દૂર ભાગી જશે અને આત્મજ્ઞાનને નામે દંભપાખંડ, દલબંદી તથા બીજા અનર્થો વધી પડશે–જે આજે વધી પડેલા દેખાય છે જ, આનો ઉપાય તવાર્થશ્રદ્ધાનની સાચી વ્યાખ્યા સમજી, આચરી, સમાજને આચરાવવાની અનિવાર્ય જરૂરત છે. મકર ) : છે uh Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2