Book Title: Tarkasangraha Fakkika Author(s): Kshamakalyan Gani, Vairagyarativijay Publisher: Pukhraj Raichand Aradhana Bhavan Ahmedabad View full book textPage 3
________________ પ્રકાશકીય દર્શનશાસ્ત્રમાં પ્રવેશ કરવા માટે તર્કસંગ્રહ અને મુક્તાવલીનો અભ્યાસ અનિવાર્ય લેખાય. શૈલીની કઠિનતાને લીધે દર્શનશાસ્ત્ર સર્વજનરમ્ય અને સર્વજનગમ્ય નથી. આજે આ બે ગ્રંથોનો અભ્યાસ સાધુસાધ્વીજી ભગવંતોમાં પુષ્કળ પ્રમાણમાં ચાલુ છે. ગુજરાતી વિવરણો અને વિવેચનો દ્વારા આજે આ ગ્રંથોને સરળ બનાવવામાં આવે છે તેમ વરસો પૂર્વે પુજયપાદ મહામહોપાધ્યાય શ્રીક્ષમા કલ્યાણજીગણિ ભગવંતે ઓ ગ્રંથોને સરળ બનાવવા માટે ફક્કિકા રચી હતી. દાર્શનિક ગ્રંથો પર રચાતી વ્યાખ્યા મૂળ પદાર્થને સરળ બનાવતી હોય ત્યારે તે ટીકા તરીકે ઓળખાય છે. ગ્રંથની કઠિન પંક્તિઓને તદ્દન સહેલી ભાષામાં ખોલી આપતી વ્યાખ્યાને ફક્ષિકા તરીકે ઓળખવામાં આવે છે. તો ગ્રંથના અઘરા પદાર્થ કે અઘરી પંક્તિના પરામર્શ કે પરિષ્કારને વધુ ઊંડાણમાં લઈ જતી વ્યાખ્યા ક્રોડપત્ર તરીકે ઓળખાય છે. પૂ. ઉપાધ્યાયજી ભગવંતે તર્કસંગ્રહફઝિકા અને મુક્તાવલી ફકિકાની રચના કરી હતી. મુક્તાવલીફઝિકા આજે ઉપલબ્ધ નથી. તર્કસંગ્રહફક્કિકા ગ્રંથ વિ. સં. ૨૦૧૩માં રાજસ્થાન પુરાતન ગ્રંથમાળાના અન્વયે પ્રકાશિત થયો હતો. તર્કસંગ્રહના કર્તા શ્રી અન્નભટ્ટ આચાર્યે રચેલી સ્વોપજ્ઞવૃત્તિ પરની ફક્કિકાનો અભ્યાસ ઉપયોગી બને તેવો છે. આજે તર્કસંગ્રહની ન્યાયબોધિની અને પદકૃત્ય આ બે ટીકા અતિશય પ્રચલિત છે. આ ગ્રંથમાં અન્નભટ્ટની સ્વોપજ્ઞ વ્યાખ્યા દીપિકા અને તેના પરની ફક્કિકા ટીકા સંપાદિત કરવામાં આવી છે. પૂ. મુનિરાજ શ્રીવૈરાગ્યરતિવિજયજી મ. દ્વારા આ ગ્રંથનું નવસંપાદન કરવામાં આવ્યું છે. તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન્ શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજ શ્રીવૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજ શ્રીપ્રશમરતિવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધક ટ્રસ્ટ, પુખરાજ રાયચંદ આરાધના ભવન-સાબરમતી દ્વારા આ ગ્રંથ પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો છે. આ ગ્રંથ શાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો છે માટે ગૃહસ્થો તેઓ ઉપયોગ વિવેકપૂર્વક કરશે તેવી વિનંતી છે. - પ્રવચન પ્રાશનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 57