________________ 47 તૈિયાર થયેલા મિત્ર બની ગયા છે. માટે વાચક મહાશય આવાં વીતરાગ વાણીનાં પુસ્તક વાંચે. સંપૂર્ણ વાંચે, વિચાર પૂર્વક વાંચે, વારંવાર વાંચે. લાંબા અનુભવે આપને પિતાને સમજાશે કે મારે આ પ્રયાસ સફલ થયો છે. શ્રી વીતરાગ દેવની વાણી જેવું કંઈ અમૃત નથી, એવું કોઈ સ્વાદિષ્ટ ભોજન નથી. જીંદગીના તમામ આનદોને વટાવી જાય તે વિતરાગ વાણીમાં આનંદ ભયે છે. આ જગતના બધા માતાપિતા, ભાઈઓ, ભગિની ભાર્યા અને મિત્રોને વિશ્વાસે ગારા નિવડ્યાના શાસ્ત્રો, ઈતિહાસ અને વર્તમાનમાં દાખલા મેજુદ છે. પણ વિતરાગવાણું. જગતના સર્વ સગા-સંબંધિ અને મિત્રોથી પર છે. વીતરાગની વાણીને મહિમા વચન અગોચર છે. શ્રી વીતરાગદેવની વાણીનું પાન કરવાથી ક્ષુધાતૃષા નાશ પામે છે. બધી તૃષ્ણાઓ શમી જાય છે વીતરાગ વાણીનું પાન કરનાર - પરમાત્મા બન્યાના હજારે દાખલા બન્યા છે. જ્ઞાની પુરૂષ તે ફરમાવે છે કે વનિર્ણ7- पूर्णतं कुतर्कराहुग्रसनं सदोदय // अपूर्वचन्द्र जिनचन्द्र भाषितं दिनागमे नौमि बुधै नमस्कृतं // 1 // અર્થ - ભગવાન વીતરાગની વાણી કલંક વગરની છે. અધુરી નથી, પણ સંપૂર્ણ છે. સંસારની હજારે શંકાઓના સમાધાને વિતરાગદેવની વાણીમાં ભરચક છે. વીતરાગદેવની વાણી નાશ નથી પામતી માટે ઉદયવતી છે. નિત્યોદયી છે ચંદ્ર જેવી શીતળ, ઉજવળ અને નિર્મલ છે. અને જગતના તમામ સુજ્ઞપુરૂષોએ નમસ્કાર કરાયેલી, સહારેલી, સન્માનેલી વીતરાગદેવોની વાણુને હું પણ ઘણું ઉદારભાવે "પ્રભાત કાળે નમસ્કાર કરું છું.