Book Title: Siddhahemkumar Samvat
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 1
________________ સિદ્ધહેમકુમાર સંવત “ ભારતીય પ્રાચીન લિપિમાલા ''માં આજ સુધીમાં પ્રચલિત થયેલ વૈદિકસંવત, કલિયુગસંવત, વીરસંવત, વિક્રમસ વત, શાલિવાહન શકસ'વત, ગુપ્તસંવત, સિંહસવત વગેરે અનેકાનેક સવતાને પરિચય કરાવવામાં આવ્યેા છે, જે પૈકીના ઘણાખરા સંવતા તે આજે જનતાના સ્મૃતિપટ પરથી ભૂ'સાઈ ગયા છે. માત્ર વીસંવત, વિક્રમસંવત, શાલિવાહન શકસવત જેવા ગણતરીના જ સંવતે જનતામાં એકધારી રીતે આદરપાત્ર રહ્યા છે. તેમ છતાં એટલી વાત તે ચાક્કસ જ છે કે, જે જે વ્યક્તિએનાં નામના સ'વતા ચાલુ થયા હશે−છે, તેમના પ્રત્યે કાઈ ખાસ કારણને લઈ ને જ જનતાને પક્ષપાત બંધાયેા હશે અને તે તે સંવતે તેમના અનુયાયીઓની વિદ્યમાનતા પ`ત ચાલીને છેવટે ભૂંસાઈ ગયા હશે. એ બધું ગમે તેમ હા તે છતાં સંવતાની ઉત્પત્તિએ ઇતિહાસમાં મોટામાં મેટું થાન પ્રાપ્ત કર્યું છે એટલે એ સંવા કોના કેાના નામે અને કયારે કયારે ચાલુ થયા છે એને લગતી મૌલિક હકીકતાને શોધવા અને મેળવવા પાછળ વિદ્યાનેએ અતિ ઝીણવટભરી રીતે પ્રયત્ન અને શ્રમ સેવ્યા છે. આજના આ સંક્ષિપ્ત લેખમાં એવા જ એક વિશિષ્ટ સંવતને પરિચય કરાવવામાં આવે છે, જેનું નામ સિદ્ધહેમકુમાર સંવત છે. આ સંવતના ઉલ્લેખ કયાંથી મળ્યા છે એને લગતા પરિચય આપ્યા પછી સવતના અંગે વિચાર કરવામાં આવશે. ઉપર જણાવેલ ‘ સિંહ-હેમ-કુમાર' સંવતને ઉલ્લેખ ગિરિરાજ શ્રી શત્રુંજ્યના શિખર ઉપરની ચોમુખજીની ટૂ'કના મૂળ મંદિરના મુખ્ય દરવાજાની ડાબી બાજુના મંદિરમાં રહેલ એક ધાતુની પ્રતિમા ઉપરના લેખમાંથી મળી આવ્યા છે. એ લેખ આખા અહીં આપવામાં આવે છે: श्रीसिद्धमकुमार सं ४ वैशाष व २ गुरौ भीमपल्ली सत्क व्यव० हरिश्चंद्र भार्या गुणदेवि श्रेयोर्थं श्रीशांतिनाथबिंबं कारितं ॥ ઉપર આપેલ ધાતુપ્રતિમાલેખમાં કોઈ ખાસ મહત્ત્વના ઐતિહાસિક ઉલ્લેખ નથી, તેમ નથી એ લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યાદિના નામનેા ઉલ્લેખ. તેમ છતાં આ અતિસ`ક્ષિપ્ત પ્રતિમાલેખ તેમાં મળતા શ્રીતિ,મનુમાર્ સ ૪ એટલા ઉલ્લેખને પરિણામે અતિગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી લે છે કે જે સંવતને ઉલ્લેખ આજ સુધી કાંય જોવામાં કે તેાંધવામાં આવ્યા નથી. પ્રસ્તુત પ્રતિમાલેખમાં તેની પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યદિના નામના ઉલ્લેખ નથી એટલે. પ્રસ્તુત સંવત કયારે ચાલ્યા હશે? એ સંવત ચલાવવા પ્રત્યે કાને સવિશેષ પક્ષપાત હશે ? તેમ જ એ સંવત ચલાવનાર અનુયાયીવર્ગ સબળ કે નિર્બળ હશે?-ઇત્યાદિ હકીકતાનું આપણે માત્ર અનુમાન જ કરવાનું રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2